ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે 30 જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન નિમિત્તે, ધરમપુર ખાતે આવેલા ગાંધી બાગમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબગાંધીજીના આદર્શોને સ્મરણ કરતાં કાર્યક્રમમાં પ્રાર્થના સભા, ગાંધીજીના જીવન દર્શન પર પોસ્ટર પ્રદર્શન, ચરખો અને ગાંધી સાહિત્ય સ્ટોલ જેવા ઉદ્દેશ્યસભર આયોજનો કરવામાં આવ્યા.મહત્વપૂર્ણ છે કે છેલ્લા 17 વર્ષથી, લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા દ્વારા ધરમપુર તાલુકાની શાળાઓમાં તેમજ ગાંધી બાગ ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે ગાંધીજીના અગિયાર વ્રત, જેમાં સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું ન સંઘરવું, બ્રહ્મચર્ય, જાતે મહેનત, કોઈ અડે ન અભડાવવું, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ અને સર્વ ધર્મ સમાન ગણવા જેવા મૂળભૂત સિદ્ધાંતોને આચરવા માટે પ્રેરણા આપવામાં આવી.આ કાર્યક્રમમાં લોકમંગલમ્ ટ્રસ્ટના કાર્યકર્તાઓ, નગરજનો, પત્રકાર મિત્રો અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી, મહાત્મા ગાંધીજી પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here