ભરૂચ: આજે સમગ્ર ભારતમાં 30 મી જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સ્વચ્છ રાખવા માટે અનેક વખતે લોકોને સ્વછતા રાખવા અપીલ કરે છે.પરતુ હજીય લોકોમાં જાગૃતિનો અભાવ દેખાઈ રહ્યો છે. જીહા આજે દિવ્ય ભાસ્કર એપની ટીમે ભરૂચ શહેર નગરપાલિકાના ઘણા વિસ્તારોમાં ફરીને તપાસ કરતા આજના દિવસે પણ અનેક વિસ્તારો એવા મળ્યા છે જ્યાં કચરાના ઢગલા દેખાયા છે.અમે શહેરના કલરવ સ્કુલની નજીક આવેલા નવલખા મિલની ચાલમાં ખુલ્લી ગટરો સાથે એક સ્થળે કચરાના ઢગ જોવા મળ્યા હતા જ્યાં ગાયો તે જ કચરામાં ભોજનની શોધમાં પ્લાસ્ટિક પણ આરોગતી નજરે પડતી હતી એટલું જ નહીં અહીંયાના સ્થાનિકોએ પાલિકા દ્વારા સાફ સફાઈ નહી કરાતી હોવાના આક્ષેપો કર્યા હતા એટલું જ નહીં અહીંયા ખુલ્લી ગટરમાંથી જ આવતી પાણીની લાઈનમાંથી આવતું નગરપાલિકાનું પાણી વાપરવા પણ લોકો મજબૂર બન્યા છે.
આ અંગે ત્યાંના સ્થાનિક જણાવે છે કે, અમારા ત્યાં કોઈ જાતની સાફ સફાઈ થતી નથી અને અમુક વખત સાફ સફાઈ કરવા આવે તો એક બે મહિનાની અંદર એક વખત આવે છે.અહીંયા ગટરો પણ ખુલ્લી છે જેમાં પશુઓ તો પડે છે પરંતુ અમુક સમયે બાળકો પણ પડી જવાની ઘટનાઓ બનેલી છે જેથી પાલિકા દ્વારા આ વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ કરાય તેવી માગ છે. આ અંગે બીજા એક સ્થાનિક રાકેશ શુક્લાએ પણ પાલિકા સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ઘણી જ ગંદકીની ભરમાર છે તેમ છતાંય પાલિકા દ્વારા કોઈ સાફ સફાઈની કોઈ કામગીરી કરવામાં આવતી નથી અહીંયા ગટરમાં પાણીની લાઇન આપેલી છે ત્યારે એક તરફ આપણા વડાપ્રધાન સ્વછતા અભિયાન ચલાવે તેમ છતાંય આ લોકો દ્વારા કશું કરવામાં આવતું નથી. લોકો અહીંયા મજબૂરીમાં જીવન જીવવા મજબૂર બન્યા છે.
Decision news ને મળેલી માહિતી મુજબ જ્યારે આ અંગે નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,આજે 30 મી જાન્યુઆરી રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસે દેશ ભરમાં આ અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી થતી હોય છે પરંતુ તે માત્ર એક ફોટો સેશન પૂરતી જ સાફ સફાઈ કરવામાં આવી રહ્યા છે સાચા અર્થમાં કોઈ પણ જગ્યાએ સાફ સફાઈ થતી નથી એવું મારું માનવું છે. કેમકે પાલિકા પાસે કામદારોની અછત અને કામદારોને સફાઈ માટે જે સાધનોની જરૂર હોય તે પણ તેમને મળતા નથી.હર રોજ શહેરના વોર્ડમાં જે રીતે નિયમિત સફાઈ થવી જોઈએ. શહેરના વોર્ડમાં એવા તો ઘણા પોઈન્ટ આવેલા છે જ્યાં વર્ષોથી કચરો ત્યાંને ત્યાજ પડેલો હોય છે પાલિકા દ્વારા ઉઠાવવામાં આવે તો એકાદ મહિને ઉઠાવવા આવે છે.
ભરુચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન 2.0 જાહેર કરવામાં આવેલ છે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચમાં સ્વચ્છતા જળવાઈ રહે અને એક સુંદર અને સ્વચ્છ ભરૂચનું નિર્માણ થાય એ માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી પણ સઘન બનાવી ગાર્બેજ વનરેબલ પોઈન્ટ એ ક્રમશઃ નાબૂદ કરી રહ્યા છીએ.નગરજનો અમને સહકાર આપે જ્યાં ત્યાં કચરો ન નાખે અને જે જગ્યાએ બ્યુટીફિકેશન કરાયું હોય ત્યાં ફરીથી કચરો ન નાખે તેવી અપીલ કરી છે.