દાદરા નગર હવેલી: દાનહ કોંગ્રેસ કમિટીએ જય બાપુ,જય ભીમ,જય સંવિધાન યાત્રાની શરૂઆત કરી છે. આ અભિયાનને આખા દાનહમાં વર્ષ દરમ્યાન ચલાવવામાં આવશે અને લોકોમાં જનજાગૃતિ લાવવાનું કામ કરશે. આ યાત્રા બાવીસા ફાળિયાથી રેલી સ્વરૂપે નીકળી લોકોને પેમ્પલેટ વિતરણ કરતા કરતા ડાડુલ ફળીયા ચાર રસ્તા સુધી પહોંચી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ આ યાત્રા થકી વર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર સંવિધાનના જનક બાબા સાહેબ આંબેડકરનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં અપમાન કરવું, સંવિધાનની અવગણના, ગરીબ, શોષિત, દલિત, પછાત, માઇનોરિટી અને આદિવાસીઓના અધિકારનું હનન, ધીરે ધીરે લોકતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરવા અદાણી ગ્રુપ અને કેટલાક ઔધોગિક એકમો માટે થતા કામ અંગે ધ્યાન દોર્યું હતું.
આ રેલી જય ભીમ,જય સંવિધાનના નારા સાથે સંવિધાન અને લોકતંત્રની રક્ષા કોણ કરશે? કોંગ્રેસ કરશે, બાબા સાહેબ આંબેડકરનું અપમાન નહિ સહીસુના નારા સાથે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આ યાત્રા અંગે કોંગ્રેસ નેતા પ્રભુ ટોકીયાએ જણાવ્યુ કે, આ અભિયાન પ્રદેશના દરેક ગામ ઘર,પંચાયત,પાલિકા વિસ્તારમાં આખું વર્ષ ચાલશે.અને કોંગ્રેસ સંગઠનને પણ મજબૂત કરાશે.આ અવસરે કોંગ્રેસના અજીત માહલા, કેતન પટેલ સહિત પદાધિકારીઓ,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.