અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સુદામા એસ્ટેટ પાસે ડેટોક્ષ કંપની નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક યુવતી પૂરપાટ ઝડપે મોપેડ ચલાવીને આવી રહી હતી, તે દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર યુવાન સાથે જોરદાર અથડામણ થઈ હતી.
Decision news ને મળેલી માહિતી મુજબઆ અકસ્માતમાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મોપેડ પર યુવતી ચાલક સાથે અન્ય એક યુવતી પણ સવાર હતી. જો કે, અકસ્માતમાં બંને યુવતીઓને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટના બેદરકારીથી વાહન ચલાવવાના પરિણામે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.આવી બેદરકારીથી વાહન ચલાવવાના કારણે જાનહાનિ પણ થઈ શકે છે.