ધરમપુર: 30 મી જાન્યુઆરીને ભારત દેશમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. જેને શહીદ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજના આ દીને રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ધરમપુર દ્વારા ગાંધીના જીવન પ્રસંગના પોસ્ટર, રામધુનનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગાંધી નિર્વાણ દિવસ પર લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ધરમપુર દ્વારા ગાંધીના જીવન પ્રસંગના પોસ્ટર પ્રદર્શની, ગૃહ ઉદ્યોગના સામાનનું વેચાણ અને ચરખા પ્રદર્શન ધરમપુરમાં આવેલાં ગાંધીબાગમાં યોજવામાં આવનાર છે તો ધરમપુરના નગરજનો અને લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
ટ્રસ્ટી અજય પટેલ જણાવે છે કે ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજના આ દીને રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે વર્તમાન સમયમાં ગ્રામ સ્વરાજની વિચારધારા ખુબ જરૂરીયાત છે. અમે વર્ષોથી ગાંધીના ગ્રામ વિકાસના કાર્યોને આગળ ધપાવી રહ્યા છે અને અમે કાલે ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી કરી ટ્રસ્ટના બધા જ કાર્યનિષ્ઠ કર્મચારીઓ સાથે મળીને એમને શ્રદ્ધાંજલિ આપીશું