સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડો. કુંજલબહેન ત્રિવેદીજીનું ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી જાડેજા સાહેબના વરદ હસ્તે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉના ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજક તરીકે સન્માન પત્રક આપી સન્માન કરવામાં આવ્યુ.
Decision News ને મળેલી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉના અહેમદપુર બીચ કાર્નિવલમાં શ્રી સોમનાથ સંસ્કૃતયુનિવર્સિટી દ્વારા વૈદિક પરંપરા આધારિત ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમ 25 જાન્યુઆરીના રોજ સાંજે બીચ પર યોજાયો તે બદલ ગીર સોમનાથ જિલ્લાની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયોજક તરીકે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માનપત્ર તરીકે એવોર્ડ માનનીય શ્રી જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહજી જાડેજા અને નાયબ કલેકટર શ્રી રાજેશ આલ દ્વારા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદીને 26 જાન્યુઆરીના જિલ્લા કક્ષાના ઉના ખાતે યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમમાં એનાયત થયો.
આ સન્માન ડો કુંજલ ત્રિવેદી દ્વારા જાણવામાં આવ્યું છે કે આપવા બદલ સમગ્ર જિલ્લા વહીવટી ટીમ તથા માનનીય કલેકટર શ્રી જાડેજા સાહેબનો તથા નાયબ કલેકટર શ્રી રાજેશ આલ સાહબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.