ખેરગામ: ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ તથા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ચીખલી ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગણતંત્ર દિવસની સાંજે વિશાળ જનમેદની હાજરીમાં વાલીદિન સમારંભ યોજઈ ગયો.

Decision News ને મળેલી માહિતી મુજબ શ્રી નરેશભાઈ પટેલે વાલીઓને સંબોધતાં કહ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ મેળવવું ખુબ જરૂરી છે. સરકાર તે માટે ચિંતિત છે અને શાળાના અદ્યતન મકાનો બનાવી રહી છે. એક સમય એવો હતો કે શાળાનાં મકાનો નાનાં અને સુવિધા વગરના હતા. હવે તેવું નથી. વાલીઓએ પણ બાળકોના શિક્ષણમાં ધ્યાન આપી પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્યારે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે રોજ દશ પંદર મિનીટ બાળકો સાથે એમના શિક્ષણની ચર્ચા કરી એમણે પ્રોત્સાહિત કરવા જોઈએ.તેથી બાળકોમાં શિક્ષણ તરફ ઉત્સાહ વધશે. અને પરીણામ સારું આવશે.

આ પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી મિતેશ ગાંવિત,ખેરગામ તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ, અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને ગામના અને આજુબાજુના ગામોનાં વાલીઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શાળાના સંશાધનોના વિકાસ માટે ઉદાર હાથે દાનનો પ્રવાહ રેલાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here