વલસાડ: વલસાડ શહેરમાં સવારે શહેરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. સ્થાનિક વહીવટી તંત્રે નાગરિકોને ગરમ કપડાં પહેરવા અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ શહેરમાં સવારના સમયે લોકો મોર્નિંગ વોક અને યોગા જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોવા મળે છે. નાગરિકો ઠંડીથી બચવા માટે ગરમ પીણાં જેવા કે આદુવાળી ચા અને સૂપનો આશરો લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગે ખાસ કરીને બાળકો અને વૃદ્ધજનોને વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપી છે.આ ઠંડું વાતાવરણ આંબાવાડીના પાક માટે અનુકૂળ સાબિત થઈ રહ્યું છે.
જે આંબાઓમાં હજુ સુધી સ્વાદ નથી આવ્યો, તેમાં નવું સ્વાદ આવવાની સંભાવના છે. જ્યાં પહેલેથી સારું સ્વાદ આવ્યો છે, ત્યાં સારો વિકાસ જોવા મળશે. ખેડૂતોએ આ સ્થિતિથી ખુશી વ્યક્ત કરી છે અને આગામી ઉનાળામાં કેરીનો સારો પાક આવવાની આશા રાખી છે.