પારડી: વાપી ડેપો થી નાશિક જવા માટે ઉપડેલી વાપી નાશિક બસને નાનાપોંઢા પારડી રોડ પર અકસ્માત સર્જાયો. સોમવારના રોજ વાપી થી નાશિક તરફ જતી બસ નંબર GJ 18 ZT 0277 ના ચાલકે નાનાપોંઢા નજીક સવારે 9 વાગ્યાની આસપાસ ચિવલ રોડ પર એક પલ્સર બાઇક નંબર GJ 15 ON 0739 ચાલક જે નાનાપોંઢાથી પારડી તરફ જઈ રહ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ જેને એસ.ટી.ચાલકે સામેથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક 15 ફૂટ સુધી ઘસડાઈ ગયો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ચાલકના એક પગમાં ફ્રેકચર થયું હતું.જોકે બસમાં સવાર તમામ મુસાફરો સહી સલામત હતા.
ઘટનાની જાણ 108 ને કરતા તાત્કાલિક ઘટના સ્થળે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી જે બાદ ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે નાનાપોંઢા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે ST બસમાં મુસાફર કરી રહેલા મુસાફરોને કોઈ ઈજા થઈ નહીં .આ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા લોકો અટવાયા હતા.