ભરૂચ:વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ સજા પામેલ આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલ સૂચના આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એન. આર. ચૌધરીનાઓ દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ક્રિ.પ.અ.નં-350/2024ગુનામાં અલ્પેશભાઈ રાયમલભાઈ વસાવા રહે.

Decision News ને મળેલી માહિતી મુજબ રાણીપુરા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ નાસતા ફરતા આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા એક્શન પ્લાન બનાવેલ તે મુજબ ઉપરોક્ત ગુનાના અલ્પેશભાઈ વસાવાને ફેમિલી કોર્ટ ઝઘડિયા દ્વારા ભરણપોષણના માસિક રૂપિયા 4000 પેટે કુલ 3,17500 ની રકમ ચુકવવા હુકમ કરેલ, જે ભરણપોષણની રકમની આરોપી દ્વારા ભરપાઈ ન કરવામાં આવી હતી.

કોર્ટના હુકમને જાણીબુજીને અવગણના કરતો હોય તેમ જણાતા તેણે કસુરવાર ઠેરવી તારીખ તારીખ 28 -11- 2023 થી 28- 11-2024 સુધી ની 12 માસની સજા ફરવામાં આવેલ, જે ફેમિલી કોર્ટ એ ફરમાવેલ સજા બજવણી વોરંટથી બચવા આરોપી અલ્પેશભાઈ રાયમલભાઈ વસાવા નાસતો ફરતો હતો. જે અંગે ઝઘડિયાના પો.સ્ટેના પો. ઇન્સ એન.આર. ચૌધરી અને તેમની ટીમને આરોપી અલ્પેશ વસાવા પોતાના ઘરે આવેલ હોવાની બાતમી મળતા આરોપીને ઘરેથી પકડી ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે હવાલે કરવામાં આવ્યો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here