વલસાડ: આજરોજ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે ૭૬ મો પ્રજાસત્તાક પર્વ આચાર્ય શ્રી ની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ચંદન સ્ટીલ ના પ્રતિનિધિ શ્રી ગૌરીશંકર પરિક તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના સાયન્ટીફિક ઓફિસર શ્રી રાજેશ મહેતા ઉપસ્થિત રહ્યા.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ચંદન સ્ટીલ લિમિટેડ ઉંમરગામ દ્વારા વિદ્યાર્થીઓમાં ટેકનિકલ જ્ઞાન વધે તે માટે સંસ્થાના મિકેનિકલ વિભાગના લેબ ડેવલપમેન્ટ માટે આશરે રૂ. ૩૦ થી ૩૫ લાખ ના સાધનો આપવા માટે ની જાહેરાત કરવામાં આવી. તેમજ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. મિકેનિકલ વિભાગના વડા એચ બી પટેલ દ્વારા એમનું સમગ્ર સંસ્થા વતી સન્માન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા. સંસ્થાના NSS પ્રોગ્રામ ઓફિસર નિરલ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું. સાદર કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાનું NSS લોકલ યુનિટ દ્વારા કરવામાં આવ્યું.