ભરૂચ: આજે 76 માં પ્રજાસત્તાક દિવસની દેશભરમાં હર્ષોલ્લાસથી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જીલ્લા કક્ષાનો 76 મો પ્રજાસત્તાક કાર્યક્રમ રાજ્યમંત્રી તથા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાયો.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સહિતના ધારાસભ્યો યોજાયેલ કાર્યક્રમમાં સહભાગી થઈ તિરંગાને સલામી આપી હતી અને અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આમ 76 માં પ્રજાસત્તાક દિનની ધ્વજ વંદન કરી આનબાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કૃતિ રજુ કરી હાજર મહાનુભાવો અને હાજર લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા અને આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર જિલ્લાના વરિષ્ઠ મહાનુભાવોશ્રીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.