કપરાડા: આજે ગણતંત્ર દિવસના ઉજવણી સમગ્ર દેશ કરી રહ્યો છે કારણ કે આજના દિવસે આપણા દેશમાં બંધારણ લાગુ થયું અને દેશને બંધારણના ધારાધોરણો પ્રમાણે પ્રગતિની દિશામાં આગળ લઈ જવા લોકો કટિબંધ થયા પણ આદિવાસી વિસ્તારોમાં હજુ પણ બંધારણની કલમોનું અમલીકરણ થતું જોવા મળતું નથી. આદિવાસી લોકો પોતાના હક અધિકારની માંગણી પણ કરી શકતા નથી એનો દાખલો વલસાડના કપરાડા તાલુકામાંથી સામે આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના તાલુકા સ્તરે હાઇવે પર વર્ષોથી નાની નાની દુકાનો ચલાવી ગુજરાન ચલાવતા દુકાનદારોને ડિમોલેશનને લઈને પોલીસ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહ્યું છે તેને લઈને આ દુકાનદારો પોતાના હક માટે એક સભાનું અને રેલીનું આયોજન કર્યું એમાં પોતાનો અવાજ બુલંદ કરવા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવાના હતા પણ આ વાતની જાણ ત્યારે કપરાડા પોલીસને કરવામાં આવી તો તેમના પેટમાં દુખ્યું અને લોકોને પરમિશન આપી નહીં અને રેલી કરવા કે સભા કરવા પરમિશન ન આપી.. હવે અનંત પટેલે જાહેર કરી દીધું છે કે હું કોઈ પણ ભોગે સભા કરીશ અને લોકોના અધિકારો માટે રેલી પણ કાઢીશ જ. હવે પોલીસ અનંત પટેલ સામસામે આવી ગયા છે..સાલું સમજાતુ નથી.. કપરાડા પોલીસ કેમ સ્થાનિક દુકાનદારોનો અવાજ દબાવવા માંગે છે!

લોકો એવું કહી રહ્યા છે કે પોલીસનું કામ હોય છે શાંતિ સુરક્ષા અને સલામતી.. પણ અમારે ત્યાં પોલીસ અમારા જેવાઓને ધમકી આપી અમારી રોજીરોટી છીનવવાની કોશિશ સિવાય કઈ કરતી નથી. મોટા નેતાઓ અને બિલ્ડરોની ગુલામ બની ગઈ છે. શું આવી કરવા માટે એમણે પોલીસની વર્દી પહેરી હશે.. ગરીબ લોકોની હાય લઈને તેઓ ક્યારેય સુખી નહીં થાય.. અમે પોલીસ પરમિશન નહીં આપે તો પણ અમારા નેતા સાથે મળીને રેલી અને સભાનું આયોજન કરવાના જ છીએ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here