સુરત: મારા પ્રભારી જિલ્લા સુરતના જિલ્લા સેવા સદન ખાતે સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજી વર્ષ 2025-2026 માટે રૂ. 1344 લાખના 448 જનસુવિધાના વિકાસ માટે કામો મંજૂર કર્યાં. બેઠકમાં 15% વિવેકાધિન જોગવાઈ અને 5% પ્રોત્સાહક તથા ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તારની જોગવાઈ હેઠળ તાલુકાવાર, નગરપાલિકાવાર અને જિલ્લાકક્ષાએ જોગવાઈ હેઠળના કામોને મંજૂર કરવામાં આવ્યા છે.

Decision news ને મળેલી માહિતી મુજબ જિલ્લા કક્ષાએ રૂ.1.50 કરોડના ખર્ચે આંગણવાડીના વિવિધ વિકાસકામોના આયોજન અંગે પણ ચર્ચા કરી હતી. રાજયમાં આંતરમાળખાકીય સુવિધાઓના સુગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે ત્યારે વિકાસકામો ગુણવત્તાપૂર્વક સમયમર્યાદામાં પરિપુર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં રાજ્ય સરકારના સાથી મંત્રી માન. શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી સંદિપભાઈ દેસાઈ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, તા.પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here