ઉમરગામ: ઉમરગામ તાલુકાના ગામડાઓમાં વધી રહેલી સમસ્યા અને વહેલી તકે તેનું નિરાકરણ લાવવાની માંગ સાથે ઉમરગામ આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકામાં જનતાના વિવિધ પ્રશ્નો અંગે અન્યાય જેવા પ્રશ્નો સામે નારાજગી વ્યક્ત કરી ઉમરગામ તાલુકાના ગામડાઓમાં વધી રહેલી સમસ્યા અને વહેલી તકે તેનું નિરાકરણ લાવવાની માંગ સાથે ઉમરગામ આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ ઉમરગામ તાલુકામાં જનતાના વિવિધ પ્રશ્નો અંગે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં જયેશ બરફનીની આગેવાનીમાં રેલી કાઢી રાજ્યના રાજ્યપાલને સંબોધી ઉમરગામ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. આવેદનપત્રમાં કંપનીઓમાં સ્થાનિકોને 80% રોજગારી આપવા, કામદારોને લઘુતમ વેતન, પીએફ, મેડિકલ જેવા તમામ લાભો, ગૌચરની જમીનો ઉધોગોને સંપાદન કરવા માટે સરકારશ્રીનો પરિપત્ર રદ કરવા,ગામતળ તથા સરકારી જમીન ઉપર વર્ષોથી રહેતા લોકોને જમીન નામેર કરી આપવા, ઉમરગામ જીઆઇડીસીએ સંપાદીત કરેલી જમીન હેતુ પૂર્ણ ન થતા ખેડૂતોને પાછી રી-ગ્રાન્ટ કરવામાં જેવી અનેક માગ આવેદનપત્ર દ્વારા કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો, કોંગ્રેસી કાર્યકર્તાઓ, દાનહના પ્રભુ ટોકિયા, ભીલાડના યુવા અગ્રણી મિતેશ પટેલ, લક્ષી ઘોડી, મમકવાડના અશોક ઘોડી સહિત અનેક આદિવાસી સમાજના આગેવાનો ઉમરગામ અક્રામારૂતિ ખાતે ભેગા મળી ઉમરગામ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા.