ધરમપુર: પોતાના ગામના બાળકો શિક્ષણ લઈ આગળ વધે એવા ઉદ્દેશ સાથે ધરમપુરના કરંજવેરી ગામમાં શાળા બાધવા એક જમીન માલિકે પોતાની ખાનગી જગ્યા આપી પણ જ્યારે એના ઉદ્ઘાટનનો પ્રસંગ આવ્યો તો શાળાના નગુણા શિક્ષકોએ દાનવીરને જ ભૂલાવી દીધો.. આવા તો કેવા સંસ્કારી શિક્ષકો..?

Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપુર કરંજવેરી ગામમાં સરકારી શાળા બાંધવા જગ્યા ન હતી અને તેને લઈને દ્વારા પોતાની ખાનગી મિલકતમાંથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરી જમીન દાન કરી અને શાળાનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું અને આજે એ બંધાયને તૈયાર ઊભી છે પણ આ શાળામાં નોકરી કરતા શિક્ષકો અને આચાર્ય એવા નગુણા નીકળ્યા કે જેણે જમીન દાનમાં આપી એને જ આમંત્રણ પત્રિકામાં સ્થાન ન આપ્યું અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અન્ય શિક્ષણના હોદ્દેદારોને સ્થાન આપી વાહવાહી લૂંટવાની કોશિશ કરી રહ્યા છે. શું વલસાડના શિક્ષણ વિભાગના અધિકારીઓ આ વાત થી અજાણ છે કે અજાણ બનવાનું નાટક કરી રહ્યા છે. જ્યાં પોતાને રોજીરોટી મેળવવા કોઈએ મદદ કરી હોય એને ભૂલી જનાર શિક્ષકો બાળકોને શું સંસ્કાર આપતાં હશે એ પણ એક વિચારશીલ પ્રશ્ન છે.

કરંજવેરી ગામના સરપંચ પણ આ બાબતને લઈને કેમ ચૂપ છે ? શું કરંજવેરીના આચાર્ય આ મુદ્દે જિમ્મેદાર છે કે ધરમપુરના ધારાસભ્ય કે પછી કરંજવેરી ગામના સરપંચ Decision News સાથે વાત કરતા જમીન માલિક વાત કરતા જણાવે છે કે મને ખૂબ દુઃખ થયું છે.. આવા સંસ્કાર વગરના શિક્ષકો અને આચાર્ય અમારા ગામની શાળામાં બાળકોને ભણાવી રહ્યા છે જે કોઈએ કરેલા ઉપકારને ભૂલી જાય.. એ શું બાળકોનું ઘડતર કરી શકે.. મારાથી ભૂલ થઈ કે શાળાને જમીન આપી પણ હવે શાળાનું કેમ્પસમાં બાંધવા હું જમીન નહીં આપું આ હરામખોર શિક્ષકોને…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here