ભરૂચ: 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે, જે રાત્રિના સમયે આકર્ષક દૃશ્ય સર્જે છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઊઠયું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં નાના વેપારીઓ અને શ્રમિક પરિવારો રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહ્યા છે. આ પરિવારો માટે પ્રજાસત્તાક દિનનો તહેવાર તેમની આજીવિકાનું માધ્યમ બની રહ્યો છે.
શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર તિરંગા સાથે ઊભેલા આ વેપારીઓ દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ રહી છે. પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી લાઈટની સજાવટ અને શહેરી જનોનો ઉત્સાહ જોતાં આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી વધુ ભવ્ય બનવાની આશા છે.