તાપી: વ્યારા 25 જાન્યુઆરી શનિવારનાં રોજ 11:૦૦ કલાકે વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે આદિવાસી ખેડુત સમાજ દ્વારા આયોજિત આદિવાસી સમુદાયના ખેડૂતોનું પ્રથમ ખેડુત સંમેલન રાખવામાં આવ્યું છે. જેમાં લોકનાયક આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા આવી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Decision news ને મળેલી માહિતી મુજબ આ સંમેલનમાં ખેડૂતોનાં પાકનો પોષણક્ષમ ભાવ, ઉકાઈ ડાબા કાંઠ હાઈલેવલ કેનાલ કે બિનપિયત વિસ્તારમાં સિંચાઈના પાણી દરેક ખેડુતોના ખેતર સુધી પોહચે તેવી વ્યવસ્થા થાય તે માટે નર્મદા જળ કલ્પસર સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈ ડાબા કાંઠા કેનાલના આદિવાસી ખેડૂતોનાં 7/12 નકલમાં બોજો નાખવામાં આવ્યા છે એને રદ કરવા, વ્યારા સુગરને જોયતો શેરડીનો પૂરવઠો આવતી સીઝનમાં પુરતા પ્રમાણમાં મળે અને વ્યારા સુગર ફરી ખેડૂતોનાં હિતમાં રેગ્યુલર ચાલું થાય ખેડૂતોને સારા ભાવ મળે એનું આપણે ખેડુતો એ જવાબદારી સાથે ભેગા મળી આયોજન કરવાનું હોય ભીંડા પકવતા ખેડૂતોને ઓછા ભાવ હોય ત્યારે શાકભાજીમાં નુકશાનની કે મુશ્કેલીનો સામનો નહીં કરવા પડે તે માટે વ્યારા માર્કેટ યાર્ડમાં કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થા કરવામાં આવે સાથે ખેડૂતોની અલગ અલગ ઘણી સમસ્યાઓ છે એનાં પર પણ ચર્ચા-વિચારણા કરી જવાબદારી સાથે નિરાકરણ લાવવા માટે સંમેલનનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં આદિવાસી સમુદાયના બધા જ ખેડૂતોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્થળ- હાટ બજાર ગ્રાઉન્ડ ઉંચામાળા, તા. વ્યારા, જી. તાપી છે. આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે મો. 9904246444 નંબર પર સંપર્ક કરી શકો છો.