ધરમપુર: એક દિવસ પહેલાં ધરમપુરના શેરીમાળ ગામના દામાં ફળિયાના રોનકભાઈ નામના યુવાનનો ધરમપુર વલસાડ રસ્તા પર આવેલા સુવિધા મોલ સામે હાઇવે પર અકસ્માત થયો હતો જેના તેનું ઘટના સ્થળ પર જે મોત નીપજ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના શેરીમાળ દામા ફળીયાના 21 વર્ષીય રોનકભાઇ રામજીભાઇ ગાંવિત તથા સુરજભાઈ કિશનભાઈ ગાંવિતની સ્પેલન્ડર બાઈક -15-EC-5767 લઇ સોમવારે રાત્રે ધરમપુર આવ્યા હતાં. આ સમય દરમ્યાન રાત્રિના આશરે સાડા નવ વાગ્યાના સુમારે ધરમપુર સુવિધા મોલની સામે ધરમપુરથી વલસાડ તરફ જતાં આવતાં રોડ ઉપર સામેથી એક પીકઅપના ચાલકે પોતાની પીકઅપ રોનક બાઇકને અડફેટમાં લીધી હતી. બાદમાં તે ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો.

આ અકસ્માતમાં રોનક તથા સુરજ બંનેને ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર ધરમપુર સ્ટેટ હોસ્પિટલ કરાવી વધુ સારવાર માટે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લઇ જઇ દાખલ કરાયા હતા. જ્યાં રોનકભાઈનું સારવાર દરમ્યાન સોમવારના 11.30 વાગ્યે મોત થયું હોવાનુ ફરજ ઉપરના તબીબે જાહેર કર્યું હતું. આ બાબતે આસુરાના પરિમલભાઇ દિનકરભાઈ ગાંવિતે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.