ભરૂચ: ગતરોજ ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થિની સાથે આરોપી ફિલિપે સ્કૂલની રિયુનિયન મિટિંગનું બહાનું બનાવી પીડિતાને 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસે એસસી-એસટી સેલના ડીવાયએસપી ડો. અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે, આ જ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે પણ અયોગ્ય વર્તન કર્યું હોવાની કરિયાદ નોંધાઈ હતી.

આરોપી  ફિલિપ સામે અગાઉ પણ એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂ. 33.34 લાખની છેતરપિંડી અને દુષ્કર્મનો કેસ નોંધાયેલો છે. પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાઓએ શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here