ધરમપુર: ધરમપુરની શાળામાં ધોરણ 10ની પ્રિલીમનરી પરીક્ષામાં ગણિત બેઝિક પેપરની જગ્યાએ ગણિત સ્ટાન્ડર્ડના પેપર વહેંચવામાં આવ્યા હોવાનો આવતા વિવાદ ઉભો થતા હલ્લો મચી જવા પામ્યો હતો

Decision News ને મળેલી જાણકારી મુજબ વલસાડ જિલ્લામાં ધોરણ 10 ની પ્રિલીમનરી પરીક્ષા ચાલી રહી હોય જેમાં સોમવારના રોજ ગણિત બેઝિકનું પેપર હતું જો કે ધરમપુર તાલુકાની આસુરા હાઈસ્કૂલમાં ગણિત બેઝિક પેપરની જગ્યાએ ગણિત સ્ટાન્ડર્ડના પેપર પહોંચી ગયા અને પેપરો વહેંચાય પણ ગયા હતા. પેપરને જોતા જ વિદ્યાર્થીઓ ચોકી ઉઠયા હતા અને મૂંઝવણમાં મુકાય ગયા હતા.

જો કે બીજું બાજુ શાળાના આચાર્ય શરતચૂકથી આ પેપરનું બંડલ ખોલતા જ તે અલગ જણાતા પરીક્ષા સમિતિને જાણ કરી હોવાનું જણાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની શાળાઓમાં ચાલી રહેલી પરીક્ષામાં ધરમપુર ખાતે થયેલા મામલાની શિક્ષકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ પ્રકારની ગંભીર ભૂલ ફરી ન થાય તેની કાળજી લેવામાં આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. પ્રિન્ટિંગ ભૂલના કારણે 20 મિનિટમાં ફરી રાબેતા મુજબના પેપરો આપી દેવામાં આવ્યા હોવાનું શાળાના આચાર્ય જણાવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here