નવસારી: દેશનો સૌથી પૂર્વોતર છેડો એટલે અરુણાચલ પ્રદેશ રાજ્ય અને તેનું સુંદર શહેર એટલે મેચૂકા ભારત ચીન બોર્ડર પર આવેલું મેચૂકા એટલું રળિયામણું છે કે ગૂગલ પર ઉપલબ્ધ ફોટો જોઈને પણ મન મોહી જાય. સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખવી છે પ્રદીપભાઈ ગરાસિયાના સુપુત્ર ક્ષિતિજ પટેલના લગ્ન પ્રસંગના આમંત્રણને માન આપીને મેચૂકા શહેરના જાણીતા બિઝનેશમેન અને GTL હોમ સ્ટેના માલિક એવા ગેબુસોના અને ધર્મપત્ની નાના સોના નવસારી જિલ્લાના મહેમાન બન્યા હતા.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ડો. પ્રદીપભાઈ ગરાસિયાના દીકરાના લગ્નમાં ત્રણ દિવસ મન મૂકીને મહાલ્યા હતા. આ ઉપરાંત તેઓ ગાંગડિયાના હસમુખભાઇ પટેલના ખેતરો જોય ને આભિભૂત થાય હતા. અને ધનસુખભાઈ એમ પટેલ, ઉર્વશીબેન પટેલ, ડો. નીરવ ભૂલાભાઈ પટેલ સહિત વિવિધ આગેવાનોના ઘરોની મુલાકાત લીધી હતી અને વિદાય વખતે બંને પતિ પત્ની આંખોમાં નવસારી જિલ્લામાં વિવિધ આગેવાનોના પરિવારોના પ્રેમથી આભિભૂત થઈ હર્ષાળું સાથે ભારે હૈયે વિદાય લીધી હતી.
આ પ્રસંગે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો. નીરવ ભૂલાભાઈ પટેલે જણાવ્યું હતું કે ખુબજ મોટા બિઝનેસમેન અને પંચવખતના ધારસભ્ય અને વર્તમાન શિક્ષણ પ્રવાસના, ગ્રામીણ વિકાસના અને લાયબ્રેરી જેવા ખુબજ મહત્વના ખાતા ધરાવતા મોટા કદના મંત્રી શ્રી પી. ડી સોનાની નાના ભાઈ હીવ છતાં ખુબજ વિનમ્ર અને સારું સ્વભાવના બંને દંપતી એકદમ સરળતાથી દૂધમાં સાકરની જેમ બધાની વચ્ચે ભળી ગયા અને આટલા દિવસથી પરિવારના સભ્યોની જેમ રહ્યા અને ખુબજ સુંદર યાદો મૂકીને ગયા.
આખું અરુણાચલ પ્રદેશ ખુબજ સુંદર રળિયામણું અને એવા જ ત્યાંનાં સ્થાનિક લોકો છે ત્યાંનાં લોકો પાર્ટી નાતજાતમાં બહુ માનતા નથી આપણે ત્યાં પણ સ્થાનિક લોકોએ આ બધામાંથી બહાર આવી માનવધર્મના કુદરતી સિધ્ધાંતોનું પાલન કરવું જોઈએ. મોદીજી-મલ્લિકાર્જુનજી-મમતાજી બધાજ ભલે જાહેરમાં એક બીજાને ખુબજ ચાબખા મારતા હોય પરંતુ અંદરોઅંદર ખુબજ સારા સંબંધો રાખતા હોય છે. માટે રાજકીય પક્ષના હોદેદારો જેટલા અંદરોઅંદર પશુઓની જેમ લડત ઝગડતા હોય તેવા લોકોએ અરુણાચલ પ્રદેશ આવા આગેવાનો પાસેથી શીખ લેવી જોઈએ.