મહુવા: આજરોજ મહુવાના તાલુકા વિકાસ અધિકારીTDO પર ફરીવાર હુમલો થયાની ઘટના સામે આવી છે. મહુવાના TDO પર શેખપુર તાલુકા પંચાયતના સભ્યએ હુમલો કર્યો હતો. TDOની ચેમ્બરમાં ઘુસીને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે મહુવાના TDOએ શેખપુર તાલુકા પંચાયતના સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. Decision news ને મળતી માહિતી મુજબ, સુરતમાં આવેલા મહુવાના શેખપુર તાલુકા પંચાયતના સભ્યએ તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં ઘૂસીને TDO પર હુમલો કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારીને પરિમલ પટેલે ચેમ્બરમાં ઘુસી તારી અહીંયા જરૂર નથી કહીને માર માર્યો હતો. તાલુકા વિકાસ અધિકારીનો સર્ટ ફાડી નાખી માર મારવામાં આવ્યો છે. મહુવા તાલુકા વિકાસ અધિકારીએ સરકારી ફરજમાં રુકાવટ અને મરમારવાની પોલીસમાં ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.
પરિમલ પટેલ ટીડીઓને મારા મારીને ફરાર થતા પોલીસે શોધખોર શરૂ કરી છે. પરિમલ પટેલ દ્વારા ટીડીઓ પર તાલુકા પંચાયતમાં જ હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરિમલ પટેલ દ્વારા અગાઉ પણ ટીડીઓ પર હુમલો કરાયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.