ડેડિયાપાડા: જયારે યુનિવર્સિટી બની ત્યારથી લઈને આજ દિન સુધી હક અને અધિકાર માટે અમે લડતા આવ્યા છે આ યુનિવર્સિટીમાં બિન આદિવાસીને વીસી તરીકે મૂકવામાં આવી રહ્યા હતા ત્યારે પણ અમે અમારી ટીમ આદિવાસી વીસી મુકવા માટેના પત્ર વ્યવહાર થકી ગુજરાત સરકારને જાણ કરીને આદિવાસી VC મૂક્યા હતા અને ત્યાર પછી પણ વિકાસ થયો નથી.
ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણમાં જ મૂળભૂત અધિકારો અને પાંચમી સૂચિ આવેલ છે અને ખાસ કરીને આર્ટીકલ 275 એક મુજબનો આદિવાસીઓનો અલગ બજેટ છે. કરોડો રૂપિયાનો બજેટનું ઊંચા પદ થઈ રહ્યું હોય એવી લોક ચર્ચા પણ ચાલે છે અને બહારવટિયાઓ આ યુનિવર્સિટીનો કબજો કરવા માટે બેઠા હોય. બધાની મિલી ભગતથી આ યુનિવર્સિટીને ડેવલોપમેન્ટ કરવા દેતા નથી આદિવાસીનું બજેટ આજે બીજા લોકો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અમે પણ ભણેલા ગણેલા ડિગ્રી ધારકો છે અને અમારા સમાજમાં પણ હજારો યુવાનો ભણી ગણીને આગળ વધી રહ્યા છે પણ એમને નોકરી આપવામાં આવતી નથી આ યુનિવર્સિટીઓમાં અમુક જ વિષયો ભણાવવા એવી માનસિકતાવાળા લોકો બેઠા છે આદિવાસીઓને તમામ નોલેજની જરૂર છે તમામ વિષયોની જ્ઞાન આપવાની જરૂર છે પણ આ યુનિવર્સિટીમાં સીમિત ડિપાર્ટમેન્ટો બનાવીને આદિવાસીઓને સીમિત નોલેજ આપવાનું કામ કરી રહ્યા છે.
ડો. અશ્વિન વસાવા જણાવે છે કે નજીકમાં જ કરજણ ડેમ બન્યો ત્યાં પણ આદિવાસીઓને વિસ્થાપત કરી દેવામાં આવ્યા બાજુમાં નર્મદા ડેમ બન્યા હતા પણ વિસ્થાપિત કરી દેવામાં આવ્યા ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે કરોડ રૂપિયાનું બજેટ બન્યું ત્યાં પણ આદિવાસીઓને આજુબાજુની જમીનો વિસ્થાપિત કરી દેવામાં આવેલ ડેવલોપમેન્ટ એજન્સીઓ દ્વારા આદિવાસીઓની જમીન લેવામાં આવે છે. ટ્રાઇબલ મ્યુઝિયમ ફક્ત નામ જ બની ગયું તેવી જ રીતે આ યુનિવર્સિટી ફક્ત બિરસા મુંડા યુનિવર્સિટી નામ જ રહી ગયું અને ત્યાં આંતરિક રીતે સંકુચિત દિમાગ વાળા લોકો મોટા મોટા બજેટ લાવીને મોટા મોટા બીલો બનાવીને આદિવાસીઓનું બજેટથી મોટી મોટી કારો અને નજીકમાં જ જમીનો લઈ રહ્યા છે. હવે અમને બધું જ ખબર પડે છે બધો જ ખ્યાલ આવે છે હવે અમે બેસી રહેવાના નથી અમે ભારતના સંવિધાન મુજબ હક અને અધિકાર માટે લડતા રહીશું.

