ધરમપુર: ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા હાલની પરિસ્થિતિમાં દરેક બહેનોને હિંમત સાહસ અને સ્વરક્ષણ માટે જુડો કરાટે શીખી પોતાનું રક્ષણ પોતે જાતે જ કરી શકે તે હેતુથી ઘણા બધા પ્રકારની એડવાન્સ નિશુલ્ક જુડો કરાટે તેમજ સેલ્ફડીફેન્સ તાલિમ કેમ્પનું આયોજન કરાઈ છે પણ એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાની ધરમપુરમાં લોકચર્ચા સાંભળવા મળી રહી છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ દરેક શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલિમના નામ એ દર વર્ષે 36 દિવસની તાલિમ આપવાનું આયોજન કરેલ છે. પુરા ગુજરાતમાં અંદાજે 15000 શાળાઓમાં આ તાલિમ માત્ર 2-3 મહીનામાં પૂર્ણ કરવાની હોય છે આખા ગુજરાતનો કોન્ટ્રાકટ માત્ર 15 થી 20 કરાટે બેકગ્રાઉન્ડ ન ધરાવતી સંસ્થાઓ તેમજ 5 થી 7 કરાટે બેકગ્રાઉન્ડ ધરાવથી સંસ્થાઓને મળે છે. જેને લીધે 90 ટકા તાલિમ કરાટે ન આવડતા લોકો આપે છે. આવી તાલિમ જો ખરેખર 2-3 મહિનામાં આપવી હોય તો અંદાજે 2500 થી વધુ કોચની જરૂરીયાત પડે. લેભાગુ લોકો દવારા આનો લાભ ઉઠાવી શાળા દીઠ રૂપિયા 15000 મેળવી જેમાંથી ખોટા ઉભા કરેલા કોચને 5 શાળાના 15 થી 18 હજાર એટલે કે શાળા દીઠ રૂપીયા 3000 થી 3500 અપાય અને બાકીના રૂપીયા બાકી બધા વહેંચી લે તેવો કિસ્સો ઉભો થયેલ છે.

ધરમપુરના યુવાનો આક્ષેપ લગાવી રહ્યા છે આ કૌભાંડમાં બધાની મીલીભગત હોવાથી આને રોકવા વાળુ કોઈ છે જ નહિં આમ દિકરીઓને શાળામાં કરાટે તાલિમના બહાને દર વર્ષે રૂપીયા 20 થી 25 કરોડનું કૌભાંડ થાય છે. જેમાં 10 ટકા પણ સાચી તાલિમ આપવામાં આવતી નથી. અમે ઈચ્છીએ છીએ કે આ બાબતે અમારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ તપાસ કરી યોગ્ય પગલાં લે એ જરૂરી બન્યું છે.