સુરત: દક્ષિણ ગુજરાત યુનિ.સફળ અને મીઠા ફળ સ્વરૂપે જ્ઞાન આપતી યુનિવર્સિટી જેની છત્રછાયા હેઠળ સાઉથ ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ મેળવી શકે છે ત્યારે 17 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીના 60 વર્ષ પૂર્ણ થયાના આનંદ સ્વરૂપે બાળકોને સંશોધન દરખાસ્ત કઈ રીતે તૈયાર કરવો.

Decision news ને મળેલી માહિતી મુજબ તેના પર એક દિવસે તાલીમ આપવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ્ય જે નવ બાળકો પીએચડીમાં એડમિશન લેવા માગતા હોય તેઓને વધુ સરળ અને ઉચ્ચતર શિક્ષણ મળે તે વધુ જેમાં કુલ 43 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાંથી 40 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

જેમાં સમાજશાસ્ત્રના અધ્યક્ષ મધુભાઈ ગાયકવાડ દ્વારા સમાજશાસ્ત્રને લાગતું માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેમજ વિભાગના અધ્યાપક ડૉ. અરુણ પંડયા દ્વારા સંશોધકોને સંશોધન દરખાસ્ત શરૂઆતથી લઈને અંત સુધી સંશોધન દરખાસ્તના વિવિધ પગથીયા વિશે માર્ગદર્શન મળ્યું. આ કાર્યશાળાનું સંચાલન અને આયોજન પ્રાધ્યાપક ગિરધર રાઠોડ અને રિચર્ચ ફેલો સાગર વસાવા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યશાળાના અંતે આભારવિધિ ડૉ. જીતેન્દ્ર વસાવા દ્વારા  કરવામાં આવી.