પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: ધરમપુર તાલુકાના સજનીબરડા ગામમાં પહેલાં પતિ કામ પર નહિ જતો હોવાના કારણે કંટાળીને પત્નીએ પોતાનું જીવન ટુકાવ્યું હતું. બાદમાં હવે પતિએ પણ વિયોગમાં ફાસો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે

Decision news ને મળેલી માહિતી મુજબ ધરમપુરના સજનીબરડા ગામના પટેલ ફળીયાના 25 વર્ષીય ઈશ્વરભાઈ ભગુભાઈ રાવણની પત્નીએ ઇશ્વરભાઈ કઇ કામકાજ કરતો ન હોવાના કારણે મનદુખ રાખી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ સવારેના સાડા સાતેક વાગ્યે સુમારે ઇશ્વરે પિતાને મારા પેટમાં દુખે છે એમ કહી હું મેડીકલમાં દવા લેવા જાવ છું એમ કહી મોટરસાઇકલ લઇ નીકળી ગયો હતો.

બાદમાં રવિવારના રોજ બોપી, તણસીયા જતા રસ્તાની બાજુમાં સજનીબરડા, બારી ફળીયા ખાતે રસ્તા ઉપર તેની મોટરસાઇકલ મળી અને ઈશ્વરભાઈની લાશ મોટા મહુડાના ઝાડની ડાળી ઉપર ફાસો ખાઈ લટકેલી હાલતમાં મળી હતી.