ભરૂચ: અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતા ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેસવાની નોબત આવી. 2022/23 અંતર્ગત કાવી ગામના હાથિયાખાડી વિસ્તારમાં વડાપ્રધાન સિંચાઈ યોજના હેઠળ કાવી ગામના શ્રીમંત ખેડૂતોના વિકાસ ઉદ્ધાર અને કલ્યાણ માટે નામદાર સરકાર તરફથી સિંચાઈ તળાવ બનાવવા માટે એક ભવ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતી. આ યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય એવી શંકા થતા કાવી ગામના જાગૃત નાગરિક ઇલ્યાસ અલી કાકુજી, માજી સરપંચ અલી ઈબ્રાહીમ સખીદાસ, સાજીદ સાદિક જમાદાર, વસીમ ઈદ્રીશ પટેલ, જુનેદ યાકુબ શેરખાન, જેવા અનેક નાગરિકો દ્વારા સદર સિંચાઈ તળાવમાં વ્યાપક પ્રમાણમાં થયેલ કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે તા. 31/07/2023 થી લઈને તા. 16/01/2025 સુધીમાં અનેક વાર મૌખિકમાં આપી.
સતત 12 વખત લેખિતમાં જીલ્લા કલેક્ટર ભરૂચ, જીલ્લા વિકાસ અધિકારી ભરૂચ, અધિક કલેક્ટર જીલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ ભરૂચ, ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર કચેરી ગાંધીનગર, વિકાસ કમિશ્નર શ્રી, ગુજરાત ગાંધીનગર, ગુજરાતના નામદાર મુખ્યમંત્રી સાહેબ શ્રી, જેવી અનેક કચેરીઓમાં ઉચ્ચસ્તરીય રજુઆત કરવા છતાંય આજદિન સુધી આટલા મોટા ભ્રષ્ટાચારની કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી.કાવીના જાગૃત નાગરિક ઇલ્યાસ અલી કાકુજી દ્વારા CMO પોર્ટલ ઉપર કાર્યવાહી નાં થવાના સંદર્ભ આત્મવીલોપણની ચીમકી આપતાં 18 મહિના બાદ જીલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા તા. 15/01/2025 નાં રોજ કાવી ગામના અરજદારોને પત્ર મોકલવામાં આવ્યો હતો.જીલ્લા જલસ્ત્રાવ ગામ વિકાસ એકમ એજન્સી નાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી. નેતિકા પટેલનાઓએ 18 મહિનાથી થઇ રહેલ તપાસની અરજીઓનાં સંદર્ભમાં તા. 15/01/2025 નાં પત્રવ્યવહારમાં જણાવી દીધું છે.
Decision news ને મળેલી માહિતી મુજબ વોટરશેડ સમિતિનાં પ્રમુખ દ્વારા ગુજરાતના તમામ અખબારોમાં અને ન્યુઝ ચેનલોમાં 200 એકરનું તળાવ બનાવ્યાની જાહેરાત કરવામાં આવેલ હતી. જયારે સ્થળ ઉપર ફક્ત 12 એકર તળાવ ઉપલબ્ધ છે. અને આ તળાવમાં ચાર પાળાઓને બદલે એકજ પાળો ઉપલબ્ધ છે.ત્રણ બાજુએ પાળા બનવેલા નથી અને આ એક પાળો પણ 1987 નાં સમયનો બનેલો હતો એને ફક્ત રીનોવેશન કરી લેવામાં આવ્યો છે. આ તળાવમાં ભર ચોમાસામાં પાળો તુટવાના સમયમાં પણ પાણી નાં હતું જેનાથી સાબિત થાય છે કે આ તળાવને કયારેય ખોદવામાંજ આવેલ નથી અને જીલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા તેમના ઉપલા અધિકારીઓને મોકલવામાં આવેલા રિપોર્ટમાં તેઓએ દર્શાવ્યું છે. કે આ તળાવમાં 29164 ઘન. મીટર. માટીનું કામ કરવામાં આવેલ છે. અને એ માટીના પાડા બનાવવામાં વાપરવામાં આવેલ છે. જે તદ્દન ખોટી માહિતી છે.
સ્થળ ઉપર 5000 ઘન મિટર માટીનું પણ કામ થયેલ જણાતું નથી આમ સરકારી ચોપડે લાખો રૂપિયાના બીલો કામ કર્યા વિના ઉધારી લેવામાં આવ્યા છે. આ કામની માહિતીના પેપરો માહિતી અધિકાર અધિનિયમ 2005 નાં કાયદા હેઠળ ગામના જાગૃક નાગરિકો દ્વારા 11 મહિનાથી તેમજ 5 મહિનાથી માંગવામાં આવેલ છે. જે પણ આજદિન સુધી આર. ટી. આઈ. અરજદારોને આપવામાં આવેલ નથી. ભરૂચ જીલ્લાના અધિકારીઓ માહિતી અધિકાર નાં કાયદાને પણ ગોરીને પી ગયા હોય એવુ પ્રતીત થાય છે.જો અરજદારોને દિન 7 માં આર. ટી. આઈ. ની માહિતી નહિ આપવામાં આવે. અને અરજદારોની તપાસ અરજીઓ અને રજૂઆતો ઉપર ધ્યાન આપીને તપાસ કમિટીની રચના કરીને અરજદારોને હાજર રાખીને તપાસ કરવામાં નહિ આવે તો અરજદારોનેં ગાંધી ચિંધ્યા માર્ગે જઈને કલેક્ટર ઓફિસ ભરૂચ ખાતે આમરણ ઉપવાસ કરવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.