સુરત: ગતરોજ રાત્રે નીલકંઠના પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે નીલકંઠ રૂમની બહાર આવ્યો નથી. નીલકંઠ જે રૂમમાં રહેતો હતો ત્યાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. જેથી આ રૂમનો શટર ઊંચું કરતાની સાથે જ પરિવારજનો મિત્રો અને સંબંધીઓ ચોંકી ગયા હતા. નીલકંઠની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ સાથે જ લોહી અને ઇજાના નિશાન હોવાથી પરિવારને તેની હત્યા કરવામાં આવ્યો એમ આશંકા છે. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી. નીલકંઠના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Decision news ને મળેલી માહિતી મુજબ ભેસ્તાન પોલીસ દ્વારા પરિવારજનોના આક્ષેપોને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નીલકંઠના મોતના પગલે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકનું રહસ્યમય મોત નિપજ્યું હતું. યુવક જે રૂમમાં રહેતો હતો, તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી રૂમનું શટર ઊંચું કરતા જ પરિવારજનો હેબતાઈ ગયા હતા. યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
રૂમમાં લાશની પાસે પડેલા લોહી અને ઈ જાના નિશાનના પગલે પરિવારજનો દ્વારા હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક લુમ્સના કારખાનામાં કામ કરતો હતો મળતી માહિતી પ્રમાણે, મૂળ ઓડિશા અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં 42 વર્ષીય નીલકંઠ જૂટીયા શેટ્ટી રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને ત્રણ સંતાન છે. પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને નીલકંઠનો પરિવાર વતનમાં રહે છે. જ્યારે તે પોતે ભેસ્તાનમાં એકલો રહેતો હતો. સિદ્ધાર્થ નગરમાં આવેલી શટરવાળી રૂમમાં રહી લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.