વાલીયા: 2-1-2025 ના રોજ મરણ જનાર સંદીપભાઈ રવિચંદભાઈ વસાવા નાઓ ગઈ તારીખ 31-12-2024 ના‌ સાંજના આઠેક વાગે કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ અને તા. 2-1-2025 ના રોજ સાંજના સુકવણા ગામની સીમમાં સ્મશાન નજીક પરસોત્તમભાઈ વસાવા ની પડતર ખુલ્લી જગ્યામાં મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય જે બાબતે મરણ જનારના પિતા રવિચંદભાઈ કાલિદાસભાઈ વસાવા રહે. નવી વસાહત ગામ શીર તાલુકો નેત્રંગ જીલ્લો ભરૂચ નાઓએ આ બાબતે જાહેરાત આપતા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર 01/2025 બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ અને મરણ જનારનું મોત કરણ લાગવાથી થયેલ હોવાનું પી.એમ માં જણાઈ આવેલ હોય મોત શંકાસ્પદ રીતે થયેલ હોવાનું જણાયેલ.

ઉપરોક્ત મોત શંકાસ્પદ મોતના બનાવની ગંભીરતા સમજી પોલીસ મહાન નિરીક્ષક વડોદરા નાઓએ શંકાસ્પદ મોતનો ભેદ વહેલી તકે ઉકેલવા સારું જરૂરી સૂચનાઓ આપેલ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર માં રહે તપાસ મદદમાં રહી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે મોતનો ભેદ વહેલી તકે શોધી કાઢવા સૂચના આપેલ.

જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ .પી. વાળા એલ.સી.બી ભરૂચ નાઓએ ટીમો સાથે ગુના વાળી જગ્યાની મુલાકાત કરી ગુના વાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ થી તથા આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી અલગ અલગ દૃષ્ટિકોણથી ઝીનવટ ભરી રીતે તપાસ હાથ ધરેલ, તપાસ દરમિયાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ થી બાતમી હકીકત મળેલ કે આ કામે મરણ જનરલ સંદીપ વસાવાની લાશને સગે વગે કરવામાં વાલીયા તાલુકાના દોલતપુર ગામની સીમમાં ખેતરમાં રહેતો દેવેન્દ્ર શામજી ભાઈ કયાડા સંડોવાયેલ છે હાલમાં ખેતરમાં આવેલ તેના ઘરે હાજર છે. જે જે બાટલી આધારે ટીમના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરી દોલતપુર ગામની સીમમાંથી શકમંદ દેવેન્દ્રભાઈ શામજીભાઈ તથા ગંભીર ભાઈ બુધિયાભાઈ વસાવા નાઓને પકડી તેઓને પકડી પૂછપરછ માટે વાલીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેઓની યુક્તિ પ્રયુક્તિથી ઉડાન પૂર્વકની પૂછપરછ કરતા બંને ઈસમો ભાંગી પડેલ અને દેવેન્દ્ર શામજીભાઈ કયાડા એ કબુલાત કરેલ કે દોલતપુર ગામની સીમમાં મારા ઘરની નજીક આવેલ મારા ખેતરમાં હાલમાં બીટી કપાસનો વાવેતર કરેલ હોય ખેતરમાં ભૂંડનો ત્રાસ વધારે હોય જેથી તારીખ 31-12-2020 ના રોજ સાંજના સમયે મેં ખેતરમાં વચ્ચેના ભાગે લોખંડનો સેટિંગ વાયર બાંધી તેમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપેલ અને મને ખબર હતી કે આ કરંટ લાગવાથી માણસ કે પશુ પ્રાણીનું મૃત્યુ નીપજશે તેમ છતાં મેં વિજ કરંટ ગોઠવેલ ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 1-1-2025 ના રોજ સવારના આઠેક વાગ્યાના રાબેતા મુજબ મેં જ્યાં કરંટ લગાવેલ હતો તે જગ્યાએ આંટો મારવા ગયેલ અને જોયેલ તો એક ઈસમ મરણ હાલતમાં પડેલ હતો.

જેથી મેં મારે ત્યાં કામ કરવા આવતા ગંભીર વસાવાને બોલાવેલ અને અમે બંને મળી આ લાશને મારા ખેતરમાં કપાસમાં કોઈ ને દેખાય નહીં તેમ સંતાડી દીધેલ અને તેના ખિસ્સામાંથી એક કાળા કલરનો સાદો મોબાઈલ કાઢી લીધેલ, ત્યારબાદ આ લાશનો દિવસ દરમિયાન નિકાલ થાય તેમ ન હોય, જેથી અમે બંને રાતના સમયે હું તથા ગંભીર વસાવા એ આ લાશને ખાતરની મીનીયા કોથળીમાં ભરી તેની પર દોરી વડે બાંધી મારી tvs સ્ટાર બાઈક પર મૂકી હું ગંભીર વસાવા સુકવણા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં લાશને સુવડાવી બાઈક લઈને ઘરે પરત આવી ગયેલ હોવાની કબુલાત કરતા બંને આરોપીને અટક કરી બી.એન.એસ.એસ. ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે વાલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને બી.એન.એસ.એસ. ની સંલગ્ન કલમ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની વધુ તપાસ વાલીયા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે.