ઝઘડિયા: મોરારીબાપુના સાનિધ્યમાં યોજાયેલ સમારોહમાં રાજ્યના 35 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવ્યા.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી કન્યાશાળાના શિક્ષક કિશોરકુમાર પટેલને શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ દર વર્ષે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે,તે અંતર્ગત હાલમાં મોરારીબાપુના વતન ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામે મોરારીબાપુના સાનિધ્યમાં યોજાયેલ એક સન્માન સમારોહમાં રાજ્યના 35 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી મોરારીબાપુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયેલ રાજ્યના ૩૫ શિક્ષકોમાં ઝઘડિયા તાલુકાના રાજપારડી કન્યાશાળાના શિક્ષક કિશોરકુમાર પટેલનું પણ શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે ચિત્રકુટ એવોર્ડ, સાલ અને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઇ સોલંકી સહિત અગ્રણીઓ અને શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મેળવનાર કિશોરકુમાર પટેલને અભિનંદન આપવામાં આવ્યા હતા.ગતવર્ષે પણ તેમને કલસ્ટર કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.