ઝઘડિયા: હાલમાં જ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટાસાજાં નેશનલ ક્વોલેટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધોરણનો અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મેળવ્યું છે. આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધીત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ 7 જેટલી સર્વિસ પેકેજ જેમકે સગર્ભાની સેવા, પ્રસુતિ બાદની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોનું વ્યવસ્થાપન, વૃદ્ધ દર્દીઓની સારવાર સંભાર જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી જેમાં સેન્ટરે 89.49 ટકા મેળવ્યા હતા.
તદઉપરાંત દર્દીઓના આરોગ્યની સેવા સુવિધાના અલગ અલગ માપદંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના ચેક લિસ્ટ મુજબ હેલ્થ અને વેલનેશ સેન્ટર ખાતે ચકાસણી થયા બાદ 89.49 ટકા સાથે તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટાસાંજાને સેવા સુવિધા ગુણવત્તા સંબંધીત સાથે આ કેન્દ્રને નેશનલ ક્વાલિટી સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કર્યું છે











