વાંસદા: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા રમશે ગુજરાત જીતશે ગુજરાત ના ઉદ્દેશ્ય સાથે આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાએ એથલેટિક વિભાગમાં પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરના વિદ્યાર્થીઓએ સર્વોત્તમ પ્રદર્શન કરી ચાલુ વર્ષે પણ જિલ્લામાં ડંકો વગાડયો છે:
Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા કક્ષામાં પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરના વિદ્યાર્થી 1500 મીટર દોડમાં ભોયા કપિલા પ્રથમ , અંડર 19 બહેનો 800 મીટર દોડમાં ગાંવડા સરિતા પ્રથમ અને અંડર 17 બહેનો 800 મીટર દોડમાં ગાંવડા ડિમ્પલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શ્રેષ્ઠ દેખાવ કરી શાળા પરિવારનું નામ ઉજ્જવળ કર્યું હતું.
મંડળના હોદ્દેદારશ્રીઓ તથા શાળાના આચાર્યશ્રી રમણભાઈ થોરાતે વિજેતા તમામ વિદ્યાર્થીઓ તથા પ્રશિક્ષકશ્રી અખતરભાઈને વિશેષ અભિનંદન આપી હવે રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં આજ રીતે ઉત્તમ પ્રદર્શન કરવા શુભેચ્છા સહ આશિરવચન પાઠવ્યા હતા.