હેડ કોન્સ્ટેબલ: સિનિયર પોલીસ કોન્સ્ટેબલના યુનિફોર્મ પર બેજના સ્થાને કાળા રંગની સ્ટ્રિપ લાગેલી હોય છે, જેના પર પીળા રંગની 2 પટ્ટી હોય છે. જો કે અમુક રાજ્યોમાં બેજ પર લાલ રંગની પટ્ટી હોય છે.
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર: આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર યુનિફોર્મ પર લાલ અને બ્લુ કલરની પટ્ટી હોય છે. આની સાથે એક સ્ટાર પણ હોય છે.
સબ ઇન્સ્પેક્ટર: સબ ઇન્સ્પેક્ટરની ઓફિસર લેવલની રેન્ક હોય છે. SI ની યુનિફોર્મ પર લાલ અને વાદળી રંગની પટ્ટી સાથે 2 સ્ટાર હોય છે.
ઇન્સ્પેક્ટર: ઇન્સ્પેક્ટર કોઈ પણ સ્ટેશનનો ઇન્ચાર્જ હોય છે. ઇન્સ્પેકટરની યુનિફોર્મ પર લાલ અને વાદળી પટ્ટી સાથે ત્રણ સ્ટાર હોય છે.
ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ: કોઈપણ રાજ્યની પોલીસની લગામ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસના હાથમાં હોય છે. DSPની યુનિફોર્મ પર લાલ અને ખાખી રંગનો એક બેજ હોય છે, જેની પર 3 સ્ટાર લગાવેલા હોય છે.
આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ: આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસની પોસ્ટ યુપીએસસી પાસ કર્યા બાદ મળે છે. ASPને એડિશનલ કમિશનર પણ કહે છે. ASPની યુનિફોર્મ પર માત્ર એક અશોક સ્તંભ હોય છે.
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ: સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અને એસપી પણ કહે છે. આ રેન્કના ઓફિસરની યુનિફોર્મ પર અશોક સ્તંભ અને એક સ્ટાર લગાવેલો હોય છે.
સીનીયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ: સીનીયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસની પોસ્ટિંગ મોટા શહેરોમાં હોય છે. આ ઓફિસરના યુનિફોર્મ પર અશોક સ્તંભની સાથે બે સ્ટાર હોય છે.
ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ: ડીઆઈજીને પોલીસ ઉપ્માંહાનીરક્ષક પણ કહે છે. DIGની યુનિફોર્મ પર IPS લખેલું હોય છે અને તેની સાથે અશોક સ્તંભની સાથે ત્રણ સ્ટાર હોય છે.