પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ઉમરપાડા: પાકોમાં પાણી આપવાના સમયે ચોરી થતાં મુશ્કેલી ઉમરપાડા તાલુકાના ચારણી ગામના ખેડૂત ભરતભાઈ સોનજીભાઈ વસાવાએ પોતાના ખેતરમાં કૃષિપાકને પાણી પાવા માટે ખેતર નજીકની મોહન નદીમાં ત્રણ એચપીની સેલોન કંપનીની મોટર મૂકી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ મોટર તેમજ 150 મીટર કેબલની ચોરી રાત્રી દરમિયાન ચોરી ઇસમો કરી ગયા હતા તેમજ બાજુમાં ખેતીની જમીન ધરાવતા મનસુખભાઈ ગીબાભાઈ વસાવાના ખેતરમાંથી 100 મીટર કેબલ વાયર અને સુમનભાઈ ચંદુભાઈ વસાવાના ખેતરમાંથી 90 મીટર કેબલ વાયરની ચોરી તસ્કરો કરી ગયા હતા.

હાલમાં ખેડૂતોના ઉભા કૃષિ પાકને પાણી આપવાની સખ્ત જરૂરિયાત છે ત્યારે આવા સમયે મોટર અને કેબલની ચોરી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ મોંઘવારીના સમયમાં ખેડૂતોએ ખેતી કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે મોટર અને કેબલ વાયર ખરીદવાનું ખેડૂત માટે મુશ્કેલ બન્યું છે પોલીસ ખેતરમાંથી મોટર અને કેબલ વાયરની ચોરી કરનારા ઇસમોને ઝડપી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત અપાવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.