નવસારી: હવે તો દરરોજ અકસ્માતની ઘટના નવસારીમાંથી સામે આવી રહી છે ત્યારે શહેરમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગાંધી ફાટક ઓવરબ્રિજ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક સવાર યુવક 10 ફૂટ દૂર સુધી ફેંકાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ અકસ્માતની ગંભીરતા એટલી હતી કે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની ગંભીરતાને કારણે હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. આ ઘટના શહેરમાં બેફામ રફતારથી વાહન ચલાવવાના પરિણામનું એક ગંભીર ઉદાહરણ છે. જો કે, હજુ સુધી પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.