પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: સેલવાસ ખાતે પોતાની બાઈક લઇ કામ પર જઈ રહેલો યુવક નાનાપોંઢા નજીક પહોંચતા એક કારના ચાલકે સામેથી તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેને લઈને યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના ખાંભલા મુહુ ફળિયામાં રહેતા નરેશભાઈ ચવધરી સેલવાસ ખાતે એક કંપનીમાં કામ પોતાની પેશન બાઈક લઈને નોકરીએ જવા નીકળ્યા હતા. તે સમયે બાલચોંઢી વેદિકા હોટલ સામે નાનાપોંઢાથી વાપી જતા રોડ પર એક કારના ચાલકે સામેથી બાઈકને ટક્કર મારતા નરેશભાઇ રોડ પર પટકાયા હતા જેને લઈને તેમને ગંભીર ઈજા થવા પામી હતી. અને કાર ચાલક પણ ઘટના સ્થલ પરથી ફરાર થઇ ગયો હતો.

આ અકસ્માતમાં ઘાયલ થયેલા નરેશભાઈ સારવાર માટે નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક લઇ જવામાં આવ્યો હતો. હાલમાં ઘટનાની જાણ કરી કાર ચાલક વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે.