દમણ-દીવ: દમણ-દીવના સાંસદ ઉમેરા પટેલે વાપીની કેમિકલ કંપનીઓ દ્વારા દમણગંગા અને કોલક નદીમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણી સામે કડક કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. રવિવારે તેમણે ટેકનિકલ ટીમ સાથે નદીઓનું નિરીક્ષણ કરી પાણીના નમૂના એકત્રિત કર્યાં, જે સોમવારે ખાનગી અને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ સુરતમાં પતંગ રસિયાઓની મજા બેવડાઈ, માફકસરનો પવનથી આકાશે આંબ્યા પતંગ ગંભીર બીમારીઓના શિકાર સાંસદે આરોપ મૂક્યો છે કે વાપીની અનેક કંપનીઓ અને CETP પ્લાન્ટ કેમિકલયુક્ત પાણીની યોગ્ય ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું નદીઓમાં છોડી રહ્યા છે. આ પ્રદૂષિત પાણીની ગંભીર અસર દમણના દરિયાકિનારે જોવા મળી રહી છે. માછીમારોએ ફરિયાદ કરી છે કે પ્રદૂષણને કારણે માછલીઓ, જળચર પ્રાણીઓ અને પક્ષીઓનું મૃત્યુ થઈ રહ્યું છે.

વધુમાં, માછીમારો પોતે પણ ચામડીના રોગો, કેન્સર અને ટીબી જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આકરા પ્રહાર સાંસદે દમણ પ્રશાસન પર પણ આકરા પ્રહારો કર્યાં છે, જેમણે આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કર્યા છે.તેમણે GPCB અને દમણ પ્રશાસનના અધિકારીઓને પણ આ સમસ્યા માટે જવાબદાર ગણાવ્યા છે. પાણીના નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ સાંસદ લોકસભામાં અને સંબંધિત વિભાગોમાં આ મુદ્દો ઉઠાવશે અને કડક કાર્યવાહીની માંગ કરશે. થોડા દિવસો પહેલા સંસદ ભવનમાં પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.