નવસારી: ગતરોજ નવસારી શહેરના તીગરામાં આવેલી ઝુંપડપટ્ટીમાં કોઈક કારણોસર ભયંકર આગ લાગી હતી જેમાં અનેક ઝૂંપડીઓ અને કિંમતી માલસામાન બળીને રાખ થઇ ગયો હતો અને ભરશિયાળે કડકડતી ઠંડીમાં અનેક લોકો રસ્તા પર આવી ગયા હતાં.આ સમયે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ પીડિતોની વેદના સાંભળી હતી અને તેમના માટે સાંજના ભોજનની વ્યવસ્થા કરી હતી.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે આગજનીના બનાવમાં અનેક પરિવારોને જંગી નુકસાનના સમાચાર સાંભળીને મન વ્યથિત બન્યું હતું. અમારી ટીમના મુખ્ય આગેવાનો અરવિંદભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલે જાત સ્થળ તપાસ કરેલ, જેમાં કેટલાય પરિવારજનોને જમવાના પણ ફાંફા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે એ હકીકતનું વર્ણન કરેલ હતું. આથી અમારી ટીમે અમારાથી શક્ય બનતી મદદરૂપે આગ પીડિતોને સાંજનું ભોજન જમાડવાનો નિર્ણય લીધો હતો અમારી નવસારીની ટીમ એકદમ સામાન્ય પરિવારના ઉત્સાહી લોકોની બનેલ છે, ઘરની પરિસ્થિતિ ભલે એટલી અમીર નથી પરંતુ દિલના ખુબ જ અમીર છે. નવસારીમાં કોઈપણ સામાન્ય માણસોની તકલીફો હોય ત્યારે નાતજાતધર્મનો ભેદભાવ રાખ્યા વગર દોડી જતાં હોય છે.
આ પ્રસંગે કમલેશભાઈ, અરવિંદભાઈ, ધ્રુવ, દિનેશભાઇ, વિનોદભાઈ, અજયભાઇ, ધર્મેશભાઈ ડીજે, રાકેશભાઈ, ધર્મેશભાઈ, ઉમેશભાઈ, દિનેશભાઇ, નિખિલ, હાર્દિક, પીન્કેશ સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ નરેશભાઈ રસોઈયાએ કોઈપણ જાતની મજૂરી લીધા વગર પીડિતો માટે રસોઈ બનાવી આપી માનવતા મહેકાવી હતી.