નવસારી: આજરોજ નવસારીના તીઘરા વિસ્તારમાં આવેલી નવી વસાહતમાં છેલ્લા 24 કલાકમાં બીજી વખત આગની ઘટના સામે આવી છે. આજે સવારે શ્રમિક વિસ્તાર નવી વસાહતની બાજુમાં નાખવામાં આવેલા કચરામાં અચાનક આગ લાગી હતી.

Decision News ને મળતી માહિતી મુજબ કચરામાં લાગેલી આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બાજુમાં આવેલા શ્રમિકના રહેણાંક સુધી પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આ વિસ્તારમાં વારંવાર આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શ્રમિક પરિવારને આર્થિક નુકસાન થયું છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here