દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કેસર, લંગડો અને રાજા પૂરી, દેશી જાતના મોટા પ્રમાણમાં કરાઇ છે ત્યારે જિલ્લાઓમાં આ વર્ષે ગત વર્ષ કરતાં ઠંડી સારી પડી રહી છે જેથી આંબાના વધુ મોહર આવ્યા છે. જેના કારણે આ વર્ષે વધુ કેરીનું ઉત્પાદન થવાની શક્યતા છે. ગત વર્ષે આવેલા માવઠાને કારણે આંબાનો પાક ઓછો આવ્યો હતો.
બાગાયતી વિભાગમાંથી મળતી માહિતી મુજબ આ વર્ષે વધુ આંબાનો મોર આવવાના બે કારણ છે એક ઠંડી વધુ પડી રહી છે. જેથી અનુકુળ વાતાવરણના કારને આંબાને વધુ મોહર આવ્યા છે. બીજું કેટલાક આંબાની જાત એવી હોય છે, જે એક વર્ષે સૌથી વધુ કેરીનો પાક આપે છે. જે બીજા વર્ષે તેનું ઉત્પાદન ઘટી ફક્ત 10 થી 20 ટકાની આસપાસ થઈ જાય છે. જેથી ગત વર્ષે લંગડો, હાફૂસ આંબાને ઓછા મોર આવ્યા હશે તેને આ વખતે વધુ મોર આવ્યા છે. તેથી વધુ ઉતાપદન થવાની શક્યતા છે.
પરંતુ જાન્યુઆરી મહિનામાં કોઈ માવઠું નહીં આવે તો આ વર્ષે વધુ કેરીનું ઉત્પાદન જોવા મળશે. ઉલેખનીય છે કે, ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં આંબાને મોર આવતા હોય છે. ત્યારે અનુકૂળ ઠંડી મય વાતાવરણ જળવાઈ રહે તો આંબાને વધુ ફાલ આવે છે.