નવસારી: માંગરોળ-ભીનાર માર્ગ પર ફોર્ચ્યુનર કારની ટક્કરથી મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મોત જલાલપોર તાલુકાના માંગરોળ થી ભીનાર જતા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભીનાર ગામના નગીનભાઈ ભાણાભાઈ પટેલ તેમના એક્સેસ મોપેડ પર જઈ રહ્યા હતા.ત્યારે એક ફોર્ચ્યુનર કારે તેમને અડફેટે લીધા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ આ અકસ્માતમાં નગીનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ગંભીર રીતે ઘવાયેલા નગીનભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેમને વધુ સારવાર માટે નવસારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના સંદર્ભે મરોલી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ફોર્ચ્યુનર કારના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.