વાંસદા: ઉનાઇમાં 14 જાન્યુઆરીના રોજ આદિવાસી લોકમેળામાં દર વર્ષે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે ત્યારે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉનાઈ ગ્રામ પંચાયત દ્વારા લોકોની સલામતી માટે મેળામાં એક એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટરની ગાડી, પ્રાથમિક સારવાર માટે આરોગ્યની ટીમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અનંત પટેલ Decision News ને જણાવે છે કે ઉનાઈ માતાજીના લોકમેળાને મેળા તરીકે ઓળખવામાં આવે છે આ લોકમેળામાં ઐતિહાસિક ઉનાઈ માતાજીનાના મંદિરે દર વર્ષે 14મી જાન્યુઆરી મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) દિને યોજાય છે  આ લોકમેળા મહારાષ્ટ્ર અને ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને અહીના ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. અહી આવતાં આદિવાસીઓ માતાજી પ્રત્યે ખુબ જ આસ્થા ધરાવે છે. ઉનાઈ માતાજીને બાધા ચઢાવવા સાથે ઉત્તરાયણમાં ગોળ, તલનું દાન કરાઈ છે. એવી માન્યતા છે કે આ દાન કરતાં પુણ્ય મળે છે.

આ લોકમેળાનું આયોજન કરવા ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મકરસંક્રાંતિના મેળાની તડામાર તૈયારીને પગલે વેપારીઓમાં આનંદ છવાયો છે. દુકાનદારોમાં ખુશી છે. બાળકો, યુવાનો અને વૃદ્ધો આ લોકમેળાનો આનંદ માણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.