વલસાડ: આજરોજ વલસાડમાં સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેર ભાજપ અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ધરમપુર ખાતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા યુવા રેલી અને યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રખ્યાત સાહિત્યકાર જયભાઈ વશી અને રામકૃષ્ણ આશ્રમના ગુણેશાનંદજી મહારાજે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી યુવાનોમાં સ્વામી વિવેકાનંદજીના વિચારોની જ્યોત પ્રગટાવી હતી.
વલસાડ એસટી ડેપો નજીક સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગત, યુવા મોરચા મંત્રી પંકજ ઠોરાત સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોના પ્રેરણાસ્રોત એવા મહાન આધ્યાત્મિક ગુરુ અને વિચારક સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી દરમિયાન તેમના વિચારો અને આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા

