અંકલેશ્વર: આજરોજ અંકલેશ્વર તાલુકાના માંડવા ખાતે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી આંખ તપાસ અને મફત નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો આ 331 લાભાર્થીઓએ ભાગ લઈ લાભ લીધો હોવાની જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કેમ્પમાં  માંડવા, અંદાડા, જુના કાંસિયા, નવા કાંસીયા ગામના અને આજુબાજુના ગામના કુલ ૩૩૧ લાભાર્થીઓએ આ યોજાયેલ કેમ્પમાં ભાગ લઈ લાભ લીધો હતો લીધો એમાં જરૂરયાતમંદ લોકો ને મફત ઓપરેશન માટે ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા આંખના નંબર હોય એવા જરૂરિયાતમંદ ૨૪૭ લોકોને મફત નંબર વાળા ચશ્માં આપવામાં આવ્યા હતા.જે

લોકોને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના જરૂરયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશનએ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે સેવારૂરલની અનુભવી તબીબોની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમ કડીવાલા અને અતુલ કંપનીમાંથી દિવ્યકાન્ત જોગ અને નટુભાઈ પટેલ, દીક્ષિત પટેલ ગામના આગેવાન સરપંચશ્રીએ અતુલ કંપનીમાંથી આવેલા અધિકારીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.