કપરાડા: ગતરોજ કપરાડાના વારોલી જંગલમાં રહેતા અશ્વિનાબેનને પ્રસવ પીડા શરૂ થતાં પરિવારજનોએ 108ની મદદ માંગી અને કપરાડા 108ની ટીમના ઇએમટી પ્રિયંકા પટેલ અને પાયલોટ અમિત સોલંકી તાત્કાલિક નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અશ્વિનાબેનને અસહ્ય પ્રસવ પીડા ઊપડતાં એએમટી પ્રિયંકા પટેલે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ પ્રિયંકા પટેલે મીડિયાને જણાવ્યું કે ડિલિવરી વખતે બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવાથી અને બાળકનું વજન વધારે હોવાથી થોડી મુશ્કેલી પડી હતી પણ કુશળતાપૂર્વક પરિસ્થિતિ સંભાળી ડિલિવરી કરાવી હતી અને 108ની હેડ ઓફિસના ડૉ. મહેશ સાથે વિડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન મેળવી મેળવ્યું હતું અને માતાને 0:56 ઓક્સિટોસિન ઈન્જેક્શનથી સારવાર આપી હતી.
108ની ટીમે માતા અને નવજાત બાળક બંનેને સહી સલામત નાનાપોંઢા સરકારી હોસ્પિટલ પહોંચાડયા હતા. આ કામગીરી બદલ પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો.

