ઝઘડિયા: પોલીસે મુળ યુપીના રાહુલ મુન્નપાલ પાલ હાલ રહે. રાજપીપલા ચોકડી અંકલેશ્વર હાલમાં ખાતે રહેતા વોન્ટેડ ઇસમે GIDC ની કંપનીમાં કોપરની પ્લેટની ચોરી કરતો વોન્ટેડ આરોપી ઝડપી પાડયો હતો અને તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC માં આવેલ એક્યુમ કેમિકલ કંપનીમાંથી કોપરના પ્લેટની ચોરી કરનાર વોન્ટેડ આરોપીને ઝઘડિયા GIDC પોલીસે ઝડપી લીધો હતો. જિલ્લામાં વધતી જતી વિવિધ ગુનાખોરી અટકાવવા અને વણઉકલ્યા ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ હતી.
આ અનુસંધાને ઝઘડિયા GIDC પીએસઆઇ પી.કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ GIDC પોલીસ સ્ટાફના હસમુખભાઇને મળેલ બાતમી મુજબ તેમજ ઇ-ગુજકોપ પોકેટ કોપના આધારે ઝઘડિયા GIDCની એક્યુમ કંપનીમાં થયેલ ચોરીમાં વોન્ટેડ આરોપી રાહુલ મુન્નપાલ પાલ હાલ રહે. રાજપીપલા ચોકડી અંકલેશ્વર અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને GIDC વિસ્તારમાંથી પોલીસે ઝડપી લીધો હતો. સદર કંપનીમાં થયેલ ચોરી બાબતે ઝઘડિયા GIDC પોલીસ મથકમાં ફરિયાદ નંધાવવામાં આવેલ હતી.