ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સર્વે બાબતની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો સરકારની આવાસ યોગાનો લાભ તાત્કાલિક મળે એવો પ્રયાસ કરવામાં આવે એવી રજુવાત કલ્પેશ પટેલ દ્વારા કરાઈ હતી.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ કલ્પેશ પટેલ જણાવે છે કે આપવાપાત્ર લાભાર્થીઓના જરૂરી આધાર પુરાવા નીચે દર્શાવ્યા મુજબ તૈયાર રાખવા જણાવવામાં આવ્યું હતું જેથી સર્વેની પ્રક્રિયામાં આધાર પુરાવાના લીધે વિલંબ ન થાય અને સર્વેની કામગીરી ઝડપથી સમય મર્યાદામાં પૂરા કરી શકાય.

1)આધારકાર્ડ અપડેટ અને મોબાઈલ નંબર સાથે લીંક ફરજિયાત કરાવેલ હોવો જોઈએ
2)બેંક પાસબુક KYC કરેલ હોવું જોઈએ
3)બે કે તેથી વધુ ભાઈઓ સાથે રહેતા હોય અને બધા ભાઈઓને આવાસનો લાભ જોઈતો હોય, તો રાશનકાર્ડ અલગ હોવો જરૂરી છે.
4)જોબકાર્ડ હોવો જરૂરી છે.
5)મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
6)લાભાર્થીના ઘરના તમામ સભ્યોનો આધારકાર્ડ
7)જમીન અંગેના પુરાવા
જેવી વિગતો તૈયાર રાખવા અને માટેનું સૂચન કરવામાં આવ્યું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here