સુરત: સુરતમાંથી ડિગ્રી વગર ડોક્ટર બનીને લોકોની જીંદગી સાથે ચેડા કરતા કુલ 4 બોગસ ડોકટરોને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાડી હાથ ધરી છે.સુરતમાંથી બોગસ ડોકટરોને પોલીસે ઝડપી પાડયા છે. ભેસ્તાન પોલીસ દ્વારા માણસોની અલગ અલગ 22 ટીમો બનાવીને ડીગ્રી વગરના ડોક્ટર બની કલીનીક ચલાવતા ઇસમોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.
ભેસ્તાન પોલીસ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખીને ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલીને ખાતરી તપાસ કરાવી હતી ભેસ્તાન વિસ્તારમાંથી 22 તબીબોને ચેક કરતા તેમાંથી કુલ 4 બોગસ તબીબો દ્વારા કલીનીકો ખોલીને આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે 4 બોગસ તબીબોને ઝડપી પાડી તેઓના કલીનીકમાંથી અલગ અલગ પ્રકારની દવા, ઇન્જેક્શન સીરપ સહિત 26,802 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ધરપકડ કર્યાની યાદી
- મોહમ્મદ જાવેદ મોહમદ ઈદુ શેખ [ઉ.53]
- બીબેકાનંદ બીજયક્રિષ્ણા બિસ્વાલ [ઉ.58]
- મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી [ઉ.27]
- મલય મોહનીશ બિસ્વાસ [ઉ.40]