દક્ષિણ ગુજરાત: ચીનનો ખતરનાક HMPV વાયરસ ગુજરાતમાં ઘુસતા સરકાર સક્રિય થઈ અને રાજકોટ અમદાવાદ, પાટણ જેવા શહેરની સિવિલ હોસ્પિટલ 25 બેડના આઈસોલેશન વોર્ડ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પણ દક્ષિણ ગુજરાતની એક જિલ્લાની સિવિલમાં આઈસોલેશન વોર્ડની ટાઈઆયરી કરવામાં આવી નથી રહી કેમ ? સવાલોના ઘેરામાં છે આનો જવાબ..

મેટાન્યુમો વાયરસ (એચએમપીવી) બીજા શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે જે ખાસ કરીને શિયાળામાં નાના બાળકો અને વૃદ્ધ લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે આ વાયરસ ગુજરાતમાં ધૂસ્યો છે ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર સક્રિય થયું છે પણ દક્ષિણ ગુજરાતનું આરોગ્ય તંત્ર આટલું ઉદાસીન કેમ થઈને બેઠું છે એ સમજમાં નથી આવતું એવી લોકઓ ચર્ચા કરી રહ્યા છે.

મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર HMPV વાઇરસને લઈને સિવિલમાં આઈસોલેશન વોર્ડમાં  વૈન્ટીલેટર, ઓકિસજન, પલ્સ ઓકિંસમીટર, મલ્ટીપેરા મોનિટર દવાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે શું દક્ષિણ ગુજરાતમાં આદિવાસી લોકોના જીવન ખતરામાં નથી ? શું દક્ષિણ ગુજરાતનાં ડોકટરો આ વાયરસને ગંભીરતાથી નથી લઈ રહ્યા ? શું આદિવાસી બાળકો આ વાયરસની જપેટમાં આવે એક બે મૃત્યુ થાય  એની રાહ જોવામાં આવી રહી છે. આવનાર કેટલા દિવાસો દક્ષિણ ગુજરાતની આરોગ્ય વહીવટીતંત્ર આ વાયરસને નજરઅંદાજ કરી હજુ શિયાળાની મીઠી નિંદારની મજા લે છે એ જોવું રહ્યું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here